Home> Gujarat
Advertisement
Prev
Next

કેતન ઈનામદારને મનાવવાની કવાયત, આજે વાઘાણી અને નારાજ MLA વચ્ચે મુલાકાત

સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારે બુધવારે રાજીનામુ આપી દેતા ગુજરાત ભાજપમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. તેમને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. ગુજરાત ભાજપ પ્રમુખ જિતુ વાઘાણી સાથે આજે ગાંધીનગરમાં તેમની મુલાકાત થવાની છે. આ અગાઉ કેતન ઇનામદારે Zee 24 kalak સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમનાં વિકાસનાં કામો નહી થતા હોવાનાં કારણે તેમણે રાજીનામું આપ્યું હતું.

કેતન ઈનામદારને મનાવવાની કવાયત, આજે વાઘાણી અને નારાજ MLA વચ્ચે મુલાકાત

ઝી મીડિયા, અમદાવાદ: સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારે બુધવારે રાજીનામુ આપી દેતા ગુજરાત ભાજપમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. તેમને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે.કેતન ઈનામદાર બપોરે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને સાવલીના ભાદરવા ગામે મળશે. આ અગાઉ કેતન ઇનામદારે Zee 24 kalak સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમનાં વિકાસનાં કામો નહી થતા હોવાનાં કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. સરકારી તંત્ર અને વહીવટી તંત્ર સામે તેમણએ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓએ ઉપર સુધી રજુઆતો કરવા છતાં પણ તેમનાં વિસ્તારમાં વિકાસ કાર્યો નહોતા થતા. આ ઉપરાંત તેમણે વહીવટ તંત્ર સામે પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. 

અત્રે જણાવવાનું કે કેતન ઇનામદારે પોતાની અવગણના થઇ રહી હોવાની હૈયાવરાળ સાથે ઇમેઇલ મારફતે પોતાનું રાજીનામું પક્ષ અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મોકલી આપ્યું છે. કેતન ઇનામદાર ઘણા સમયથી પક્ષ સામે અસંતોષ વ્યક્ત કરી ચુક્યા છે. સાંસદ રંજના બેન ભટ્ટ દ્વારા અગાઉ અનેક વખત તેમનાં મનામણા કરવામાં આવ્યા હતા. જો કે આખરે અસંતોષ અને અવગણનાને કારણે તેમણે રાજીનામું આપી દીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બે ટર્મથી ધારાસભ્ય કેતનભાઇ અગાઉ પણ પોતાની અવગણના થઇ રહી હોવાની રજુઆત પક્ષ અને સાંસદો સહિતનાં અનેક લોકો સમક્ષ કરી ચુક્યા છે. 

કેતન ઇનામદારનો પક્ષને પત્ર
કેતન ઇનામદારે પોતે લખેલા પત્રમાં વસવસો વ્યક્ત કરતા જણાવ્યું કે, હું જે જનતાનો પ્રતિનિધિ છું તેનાં જ કામો નથી થઇ રહ્યા. મારી વારંવાર રજુઆતો કરવામાં આવી હોવા છતા પણ તેમની અવગણના થઇ રહી હોવાનું તેમણે રટણ કર્યું હતું. આ ઉપરાંત અધિકારીઓ પણ તેમની અવગણનાં કરતા હોવાનો વસવસો ઠાલવ્યો હતો. હાલ તો તેમનાં રાજીનામાને પગલે સમગ્ર ભાજપ અને ગુજરાતનું રાજકારણ ગરમાઇ ચુક્યું છે. તેમને મનાવવા માટે ભાજપનાં ઉચ્ચ કક્ષાનાં નેતાઓને તેમનાં સાવલી ખાતેનાં નિવાસ સ્થાને દોડાવવામાં આવ્યા છે.

જિતુ વાઘાણીએ શું કહ્યું તે જાણવા જુઓ VIDEO 

વાઘાણીએ કહ્યું સબ સલામત: ઇનામદારે કહ્યું લેખીત ખાતરી નહી તો વાટાઘાટો પણ નહી
સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ જીતુ વાઘાણા દ્વારા ઘીના ઠામમાં ઘી ઢોલાયું હોવાની જાહેરાત કરતા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તેમણે કહ્યું કે કેતન ભાઇએ ભારતીય જનતા પાર્ટી અને મારી લાગણીને સ્વિકારી છે. 

બીજી તરફ કેતન ઇનામદારને આ અંગે પુછવામાં આવતા તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, ઘીનાં ઠામમાં ઘી ઢોળાયું નથી. જ્યાં સુધી મને લેખીત ખાતરી નહી આપવામાં આવે ત્યા સુધી રાજીનામુ પાછુ ખેંચવાનો સવાલ જ નથી. મારી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાતચીત કરી છે. આ ઉપરાંત પ્રદિપસિંહ જાડેજા, રંજન બેન ભટ્ટ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને જીતુ વાઘાણીએ વાતચીત કરી છે. કાલે અમારી વચ્ચે મુલાકાત થવાની છે. તેમની મધ્યસ્થીથી આ મુદ્દાનો ઉકેલ સકારાત્મક આવે તેવી હું આશા રાખુ છું. 

fallbacks

જો કે તેમણે સ્પષ્ટ રીતે જણાવવા માંગીશ કે આ તમામ મુદ્દાઓની ચર્ચા થશે તેમાં કોઇ મૌખીક વાતચીત નહી પરંતુ જ્યાં સુધી મને લેખીત બાંહેધરી આપવામાં નહી આવે ત્યાં સુધી હું આ મુદ્દે પાછુ પગલું નહી ભરૂં. મારા વિસ્તારનાં વિકાસ માટે હું ગમે તેની સામે લડી લેવા માટે તૈયાર છું. મારા જેટલા પણ મુદ્દાઓ છે તેની લેખિત બાંહેધરી જરૂરી છે. ઉપરાંત રીઢા થઇ ગયેલા અધિકારીઓ સામે સરકાર પગલા ઉઠાવે તે પણ તેટલું જ જરૂરી છે.

કેતન ઇનામદારનાં સમર્થનમાં નગરપાલિકાનાં 21 ધારાસભ્યોની પણ રાજીનામાની ચિમકી
સાવલી નગર પાલિકાનાં તમામ સભ્યો રાજીનામાની ચિમકી ઉચ્ચારી છે. સાવલી નગરપાલિકાનાં તમામ 21 સભ્યોએ સરકાર દ્વારા થઇ રહેલા અન્યાયની વિરુદ્ધ અને કેતનભાઇનાં સમર્થનમાં રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી છે. નગરપાલિકા પ્રમુખ કેતન શેઠ દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી છે. આ સામાન્ય સભામાં તમામ સભ્યો પોતાનાં રાજીનામાં આપશે. આ ઉપરાંત ભાજપનાં મોવડી મંડળને પણ આ અંગે જાણ કરવામાં આવશે. સાવલી ભાજપમાં ખુબ જ મોટો ભડકો થયો છે. ત્યારે ભાજપ ધારાસભા અને નગરપાલિકા બંન્ને ગુમાવે તેવી શક્યતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More